Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

SC/ST:રાજય સરકાર ઈચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે:સુપ્રિમ

  • September 26, 2018 

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે,સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવામાં આરક્ષણનો લાભ રાજ્ય સરકાર તેમના સ્તરે આપી શકે છે.તે માટે નાગરાજ કમિટીની ભલામણને પુન:વિચાર માટે મોટી બેન્ચને મોકલવી જરૂરી નથી.કોર્ટે એવું પણ કહ્યું છે કે,પ્રમોશન માટે ડેટા એકત્ર કરવો જરૂરી નથી.આમ,સુપ્રીમ કોર્ટે પ્રમોશન મુદ્દે ૨૦૦૬નો નિર્ણય યથાવત રાખ્યો છે.ચુકાદો આપતી વખતે જસ્ટિસ નરીમને કહ્યું છે કે,નાગરાજ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાચો હતો.તેના માટે ફેરવિચારની જરૂર નથી.એટલે કે આ કેસમાં હવે ફરી સાત જજની બેન્ચ પાસે આ કેસ મોકલવો જરૂરી નથી.આમ,સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશન મુદ્દે આરક્ષણ આપવું કે નહીં તે નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો છે.એટલે કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો આરક્ષણ આપી શકે છે અને ન ઈચ્છે તો આરક્ષણ ન આપે.કોર્ટે એવું પણ કહ્યું છે કે, પ્રમોશન માટે ડેટા એકત્ર કરવો જરૂરી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application