Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:આહવા-વઘઇ માર્ગ પર અકસ્માત:એકનું મોત:એકની હાલત ગંભીર

  • September 25, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:આહવા વઘઇ મુખ્ય માર્ગ પર આવેલ ઘોઘલી નજીક વળાકમાં ભયંકર અકસ્માત નડતા એકનું શખ્સનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું,બાઇક સ્પ્લેડર પ્લસ નંબર જીજે-૩૦-સી-૧૪૬૭ ને કોઈ અંજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે બીજી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઇમરજન્સી સેવા ૧૦૮ ની મદદથી સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં ઘવાયેલા બે વ્યક્તિઓ પૈકી શાંતારામભાઈ રહે,વઘઇ નાઓ ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.જ્યારે પપુભાઈ રહે,ચિચીનાગાવઠા ને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અકસ્માતની જાણ થતા આહવા પોલિસ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી જઈ ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે ૧૦૮ની મદદ લઇ ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું કર્યું છે વધુ તપાસ માટે આહવા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application