Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનાં જાહેર થયેલા પરિણામમાં તાપી જિલ્લાનું ૭૨.૩૦ ટકા પરિણામ નોંધાયું

  • May 31, 2023 

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામ આજરોજ પ્રસિધ્ધ થતા તાપી જિલ્લાનું સામાન્ય પ્રવાહ ધોરણ-૧૨નું પરિણામ ૭૨.૩૦ ટકા નોધાયું છે. તાપી જિલ્લાના કુલ ૫,૫૨૭ વિદ્યાર્થીઓએ ધો.૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ ૩,૯૯૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રેડવાઈઝ પરિણામ જોઈએ તો A1-૦0, A2-૯૧, B1-૩૭૬, B2-૮૯૬, C1-૧૩૨૧, C2-૧૧૪૦, D-૧૭૧,  E1-1, ગ્રેડ પ્રાપ્ત કરી કુલ ૭૨.૩૦ ટકા પરિણામ રહ્યું છે.



તાપી જિલ્લાના કેન્દ્ર વાઈઝ પરિણામની વિગતો જોઇએ તો, વ્યારા કેન્દ્રનું પરિણામ ૭૧.૬૫ ટકા, સોનગઢ કેન્દ્રનું પરિણામ ૭૭.૧૮ ટકા, ઉચ્છલ કેન્દ્રનું પરિણામ ૭૯.૯૧ ટકા, વાલોડ કેન્દ્રનું પરિણામ ૬૯.૨૨ ટકા, બુહારી કેન્દ્રનું પરિણામ ૭૭.૮૬ ટકા અને નિઝર કેન્દ્રનું પરિણામ ૫૭.૩૯ ટકા આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને તાપી જિલ્લા વહિવટિ તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી શુભેચ્છાઓ પાઠવી છે. તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તાપી જિલ્લાના ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની વિગતો મેળવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application