Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટે 328 દવાઓ માંથી સેરીડોન,પ્રિટ્રોન અને ડાર્ટ ડ્રગ્સ પરથી પ્રતિબંધ હટાવ્યો

  • September 17, 2018 

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લાદેલ 328 દવાઓ માંથી સોમવારે સેરીડોન,પ્રિટ્રોન અને ડાર્ટ ડ્રગ્સ પરથી પ્રતિબંધ હાટાવી દીધો છે,આ સાથે સરકારને નોટિસ આપીને આ મામલે જવાબ માંગ્યો છે.થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકારે એક સાથે 328 ફિક્સ ડોઝ કોમ્બીનેશન એટલે કે એફડીસી દવાઓના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો.એફડીસી પ્રકારની દવાઓ બે અલગ-અલગ ડ્રગ્સ ભેગા કરીને બનાવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.  

 દેશની કાર્યરત સ્વાસ્થ્ય સંસ્થાઓ લાંબા સમયથી આ પ્રકારની દવાઓનો વિરોધ કરી રહી હતી.તેમના મુજબ આ એફડીસી દવાઓ દર્દીઓના શરીર માટે નુકસાનકારક છે.જો આ દવાઓના ઉપયોગથી કોઇ પણ પ્રકારની આડઅસર કે નુકસાન થાય છે તો એ જાણવું મુશ્કેલ રહેશે કે દવા માંના કયા ડ્રગથી નુકસાન થયું છે.જેના કારણે જે-તે સમયે તેનો ઉપચાર પણ કરી શકાશે નહી.આ પહેલાં માર્ચ 2016માં કેન્દ્ર સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 કલમ 26-એ હેઠળ 344 એફડીસી દવાઓના ઉત્પાદન,વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો.જે પછી બીજી પાંચ દવાઓને સમાન જોગવાઇ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી હતી. ભારત સરકારે આ દવાઓના વેચાણ પર અચાનક પ્રતિબંધ મૂકતા અસરગ્રસ્ત ઉત્પાદકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને દેશની વિવિધ ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.15 ડિસેમ્બર,2017ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોને આધિન ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,1940ની કલમ-5 હેઠળ રચવામાં આવેલા ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા આ મામલાને અંગે તપાસ કરવામાં આવી હતી.ત્યારબાદ બોર્ડે આ મામલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો હતો.જેમાં જણાવાયું હતું કે,તમામ પ્રતિબંધિત એફડીસી દવાઓના ઉત્પાદનમાં ઉપયોગી ડ્રગ્સ તબીબી યોગ્યતા ધરાવતું નથી અને તેના ઉપયોગના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમી અસર પડી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application