Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ટોલ નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે જણા ઝડપાયા:રૂપિયા 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત

  • September 13, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:સાપુતારા સરહદી વિસ્તાર નજીક આવેલ ટોલ નાકા પાસે ચેકીંગ દરમિયાન સાપુતારા પોલીસે મારૂતી બલેનો કાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ઝથ્થો ઝડપી પાડી કાર સાથે કુલ રૂપિયા 2.17 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપી ની ધરપકડ કરી હતી . સાપુતારા મથક ના પીએસઆઇ પટેલ સહિત ની ટીમે સાપુતારા નજીક આવેલા મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર ટોલટેક્સ નાકા પાસેથી રાત્રી દરમ્યાન ચેકીંગ આરંભયુ હતુ.જેમાં જુદીજુદી ગાડીઓની ચેકીંગ કરતી વેળાએ પોલીસ કર્મીઓને મહારાષ્ટ્ર પાર્સીંગ ની સફેદ કલર ની મારૂતિ બલેનો કાર નં MH-02-AQ-6780 ઝડપથી પસાર થતી હોય એમ નજર આવતા શંકાસ્પદ કાર ને ઉભી રાખી અંદર તલાસી લેતા કાર માથી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર તરફ લઈ જવાતી ભારતીય બનાવટ ની  જુદીજુદી પ્રકારની ઇંગ્લીશ દારૂ ની કુલ 275 નંગ  બોટલ મળી આવી  હતી જેની કુલ કિંમત રૂ 63,150/- અંકાઇ હતી.તેમજ દારૂની હેરાફેરી ના ગુન્હામાં ઝડપાયેલી મારૂતિ બલેનો કારની કિંમત રૂ 2,13,150/- તેમજ બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5,500/- મળી કુલ રૂપિયા 2,17,650/-નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક યુસુફ ઇસાખાન રહે,વાપી-વલસાડ તેમજ જ્ઞાનેશ્ર્વ રવિન્દ્ર બોરસે રહે,ધુલે-મહારાષ્ટ્ર  બંને જણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application