Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ:30 હજાર રૂપિયા માટે HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટની હત્યા

  • September 11, 2018 

મુંબઇ:પાંચ દિવસ પહેલા ગુમ થઇ ગયેલા 39 વર્ષીય બેંક અધિકારી મૃત હાલાતમાં મળી આવ્યો હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે,અને પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે લુટફાટના ઇરાદે તેમની હત્યા કરાઇ હતી.પોલીસે જણાવ્યું કે 30 હજાર રૂપિયા માટે એચડીએફસી બેંકના ઉપાધ્યક્ષ સિદ્ધાર્થ સાંધવીની હત્યા કરી હતી.આ મામલે સરફરાઝ શેખ ઉર્ફે રઇસની ધરપકડ કરવામાં આવી છે.જે કમલા મિલ્સના પાર્કિંગ વેમાં કામ કરતો હતો.કમલા મિલ્સ પરિસરમાં જ સાંધવીનું કાર્યાલય હતું. ગત બુધવારથી ઘર પરત ફર્યા ન હતા,જેના કારણે પરિવારે મધ્ય મુંબઇના એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.તેમનું દક્ષિણ મુંબઇના માલાબાર હિલ વિસ્તારમાં ઘર છે.સાંઘવીના ગુમ થયાનો ફોન આવ્યો અને ફોન કરનારે કહ્યું હતું કે,તમારો દિકરો સુરક્ષિત છે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. પોલીસના જણાવ્યા અનુસાર,તપાસમાં ખુલાસો થયો કે આ ફોન નવી મુંબઇથી સાંઘવીના ફોનથી વાત કરવામાં આવ્યો હતો.પરંતુ સિમ કાર્ડ બીજુ હતું.પોલીસને આ ફોન શેખ પાસેથી મળ્યો હતો.પોલીસનો દાવો છે કે શેખની ધરપકડ કર્યા બાદ પૂછતાછ કરવામાં આવી હતી.જેમાં તેણે પૈસા માટે સાંઘવીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસ અધિકારી અવિનાશ કુમારે સંવાદદાતાઓને કહ્યું હતું કે,શેખની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી.પુછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે,મોટરબાઇકના ઇએમઆઇ આપવા માટે 30 હજાર રૂપિયાની જરૂર હતી.તેણે સાંઘવીને લુટવાનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન બંને વચ્ચે ઝગડો થઇ હતો અને તેણે સાંઘવીની હત્યા કરી હતી.કુમારે જણાવ્યું હતું કે,બુધવારની સાંજે પાર્કિંગમાં આ ઘટના બની હતી.શેખે હત્યા કર્યા પછી સાંઘવીની લાશ કારમાં મુકી અને થાણા જિલ્લાના કલ્યાણમાં તેને ઠેકાણે લગાવી હતી.ત્યારબાદ તેણે કારને નવી મુંબઇમાં છોડી દીધી હતી.શુક્રવારે આ કાર મળી જેમાંથી લાહીના ડાઘ મળ્યા હતા.આધિકારીએ કહ્યું કે, ‘‘શેખથી મળેલી માહિતીના આધારે અમે સવારે લાશ પ્રાપ્ત કરી હતી.’’ કુમારના અનુસાર સાંઘવીના ગળા પર ઘા માર્યાનું નિશાન હતું.લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.હત્યામાં ઉપયોગ કરાયાલી છરો કબજે કરી લેવામાં આવ્યો છે.આરોપીને અદાલતમાં હાજર કરવામાં આવ્યો છે.અદાલતે તેને 19 સપ્ટેમ્બ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application