Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ રીતિ સામે કોંગ્રેસના 24 કલાકના ધરણા પ્રદર્શન

  • September 07, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવો અને ખેડૂતોના દેવા માફી અને મોધવારી મુદ્દે અસંવેદન શીલ ભાજપ સરકારના વિરોધ માં આહવા કલેકટર કચેરી ની સામે ધારાસભ્ય મંગળ ગાવિત સહિત અનેક કોગ્રેસી કાર્યકરોઓ એ ઉપવાસ પર બેસી સરકાર ની ખેડુત વિરોધી નીતિ રીતિ સામે 24 કલાક નુ ધરણા પ્રદર્શન કર્યુ હતુ. રાજ્ય ભાજપ સરકાર ની ખેડૂત વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણ ના લીધે સમગ્ર રાજ્ય ના ખેડૂતો ત્રસ્ત બન્યા છે જેના માટે રાજ્ય સરકારે સત્વરે ખેડૂતો ના દેવા માફી ની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જીલ્લા મથક આહવા ખાતે ડાંગ જિલ્લા કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી તેમજ ડાંગ ધારાસભ્ય મંગળ ગાવિત ની આવેવાની હેઠળ આહવા કલેકટર કચેરી ની સામે કોગ્રેસ ધારાસભ્ય મંગળ ગાવિત સહિત કોગ્રેસી કાર્યકરો એ ઉપવાસ રાખી સરકાર ની ખેડુત વિરોધી નીતિ સામે 24 કલાક નુ ધરણા પ્રદર્શન કર્યુ હતુ અને ધરણા કાર્યક્રમ માં ઉપસ્થિત ધારાસભ્ય એ લોકો ને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે,ગુજરાતમાં ખેડુતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે.ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ એટલી રોજીંદગી અને સામાન્ય બની ગઇ છે કે હવે તેની સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ પણ લેવાતી નથી બીજી બાજુ સરકાર ના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજા મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવા મા આવ્યુ છે અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈ ઓ નો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું છે.રાજય સરકાર દ્વારા વેરા લાદવામાં આવી રહ્યાં છે.રાજય સરકાર દ્વારા ખાતર ઉપર નાંખવામાં આવતાં વેરા નાબુદ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેમ છે છતા પણ છેલ્લા બે દાયકાથી રાજય સરકાર ખેડૂતોના નામે માત્ર મોટી મોટી વાતો કરી ખેડુતો ના મુળભુત અને ગંભીર પ્રશ્નો હલ કરવાની દિશા માં કોઈ ગંભીર ને નક્કર પ્રયાસો કરવા માં આવ્યા નથી તેમજ ખેડુતો ના હિત નુ રક્ષણ કરવામાં પણ તેમજ ખેડુતો ના દેવા માફી જેવા ગંભીર પ્રશ્નો ને ઉકેલાય તેવી માંગ કરાઈ હતી. આહવા ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શન કાયઁક્રમ માં ધારાસભ્ય મંગળ ગાવિત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી તાલુકા પંચાયત માજી કોગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે મહિલા પ્રમુખ લતાબેન ભોયે કારોબારી અધ્યક્ષ વસંત તુંબડા સરપંચ વનરાજ રાઉત આગેવાન શામરાવ ભાઇ સહિત અનેક કોગ્રેસી કાર્યકરો ધરણા માં જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application