Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમીન વેચાણનાં નાણાં લઇ દસ્તાવેજ ન કરવાના છેતરપિંડીના કેસમાં આરોપીને 7 વર્ષની કેદ

  • October 01, 2023 

નવસારીનાં અષ્ટગામની જમીન વેચાણનાં નાણાં લઇ દસ્તાવેજ ન કરવાના છેતરપિંડીના કેસમાં સરકારી વકીલ જે.યુ.યાદવની દલીલોને માન્ય રાખી નવસારી કોર્ટે આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. નવસારીના શાંતાદેવી રોડ પર રહેતા કૃષ્ણકાંત અંબાલાલ રુસાત તેમના મામા ચંદુભાઈ ગડારા સાથે અષ્ટગામમાં આવેલી ત્રણ સરવેવાળી જમીન વિજલપોર અયોધ્યાનગરના ઠાકોરભાઈ કટારીયા સાથે વાતચીત કરી રૂ. 22.50 લાખનાં ખર્ચે વેચાણે રાખવાનું નક્કી કર્યું હતું.



આ જમીનનો સોદો નવસારીમાં આવેલ ઓફિસમાં કર્યો હતો. જેમાં બે સરવેવાળી જમીનના માલિકનું અવસાન થયું હોય તેમની વારસાઈ કરાવી બાદમાં દસ્તાવેજ કરવાની બાંહેધરી આપી હતી. પૈસા ચૂકવ્યા અને જમીન સોંપ્યાનું લખાણ કર્યું હતું. આ લખાણ આગ લાગતાં બળી ગયું હતું, જે અંગે ફરીથી નોટરી પાસે લખાણ કર્યું હતું.બાદમાં જમીનનાં ભાવ વધી જતાં તે રકમ ચૂકવે તો જ દસ્તાવેજ કરીશું પણ અગાઉ સોદો થયો તે મુજબ જ જમીનનાં નાણાં આપવાનું કહેતા ગાળો આપી છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઇ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જીતેન્દ્ર યાદવે દલીલો કરી અને ચૂકાદાઓ રજૂ કરતાં કોર્ટે આરોપી ઠાકોરભાઈ કટારીયાને આઇપીસી કલમ-420ના ગુનામાં તકસીરવાર ઠરાવી 7 વર્ષની કેદની સજા અને રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application