થર્ટી ફસ્ટ ઉજવવા માટે સંઘ-પ્રદેશ દમણ અને સેલવાસથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે લોકો અનેક પ્રકારો અપનાવી રહ્યા છે જોકે વલસાડ જીલ્લા પોલીસે ઠેર ઠેર તમામ ચેક-પોસ્ટ ઉપર કડક નાકાબંધી કરી દેતા તેઓ દારૂ ઘુસાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક બનાવ પાતલિયા ચેક પોસ્ટ પર બન્યો હતો. દમણ તરફથી આવતી એક વાનને અટકાવી અંદર ચકાસણી કરતા દારૂની ૧૦૫ બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા ૩૪,૮૦૦/- હતી. પોલીસે વાહન ચેકિંગ કરતા ચાલક સહીત 8 લોકોની ધરપકડ કર હતી.
વાહન ચાલક અનીલકુમાર સાથે 7 કિન્નરો દારૂ લઈ સુરતમાં થર્ટી ફસ્ટ ઉજવવા જઈ રહ્યા હતા. પોલીસના પુછપરછ બાદ આરોપીઓ એ કબુલ્યું હતું કે તેઓ એ દમણના અલગ-અલગ વાઈન શોપથી દારૂ લાવ્યા હોવાની કબુલાત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application