Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં દિવસ-રાતના તાપમાનમાં 15 ડિગ્રીનાં તફાવતથી દર 10માંથી 7 બાળકો રોગચાળાની ઝપેટમાં

  • March 29, 2024 

કોરોના બાદ ફરી એકવાર ગુજરાતમાં વિકટ બની રહી છે સ્થિતિ. ફરી એકવાર ગુજરાતમાં બદથી બદતર થઈ રહી છે પરિસ્થિતિ. સરકારી હોય કે ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. આ રોગચાળો સીધો માણસની નવર્સ સિસ્ટમ પર કરી રહ્યો છે અસર.  જેને કારણે હાલ સ્થિતિ વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે. એટલું જ નહીં કોરોનાના પાણીના 60 સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી, 157 અનફિટ પુરવાર થયા. અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના 855 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છેકે, આ રોગ એટલેકે, સ્વાઈન ફ્લૂ એટલો ખતરનાક છેકે, તે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે.


અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના લીધે 15 વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે. વાયુવેગે વકરી રહેલાં રોગચાળાને કારણે ગુજરાતમાં સ્થિતિ વધુને વધુ વિકટ થઈ રહી છે. જેને પગલે હવે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે.  જોકે, પરિસ્થિતિ ધીરે ધીરે વધુ વિકટ બની રહી છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતમાં ચિંતાજનક રીતે વકરી રહેલાં સ્વાઈન ફ્લૂની. છેલ્લાં છ માસમાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના 630 કેસો નોંધાઈ ચુક્યા છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત તો મેગાસિટી અમદાવાદની જ છે. તંત્ર દ્વારા પણ અમદાવાદીઓને સચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં હાલ સ્વાઈન ફ્લૂના 630 કેસ નોધાઈ ચુક્યા છે. ત્યારે બીજી તરફ અમદાવાદનો આંકડો પણ ખુબ ચોંકાવનારો છે.


અમદાવાદમાં હાલ સ્વાઈન ફ્લૂના કુલ 322 કેસ નોંધાઈ ચુક્યાં છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસોને કારણે અમદાવાદીઓની હાલત સૌથી ખરાબ છે. ઠંડી બાદ અચાનક શરૂ થયેલી ગરમી તેમજ છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 15 ડિગ્રીના તફાવત ઉપરાંત ફ્લૂનો વાઈરસ હઠીલો બનતાં શહેરની બાળકોની હોસ્પિટલોમાં શરદી, હઠીલી ખાંસી અને તાવના રોજના સરેરાશ 6 હજાર કેસ આવે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વાઈરલ ઈન્ફેક્શન માટે જવાબદાર શ્વસનતંત્રના વાઈરસની તીવ્રતા વધી હોવાથી બાળકોમાં શરદી, ખાંસી, તાવના સૌથી વધુ કેસ જોવા મળે છે. સામાન્યપણે 5-6 દિવસમાં મટી જતી ખાંસી, શરદી, વાઈરસની તીવ્રતા વધવાથી 12થી 15 દિવસ ચાલે છે.


નિષ્ણાંતોના મતે મોડી સાંજથી સવાર સુધી ઠંડું વાતાવરણ અને દિવસભર આકરી ગરમીને લીધે સર્જાતું બેવડું વાતાવરણ બાળકો સહન કરી શકતા નથી. વાઈરલ ઈન્ફેક્શનથી થતાં ગાલપચોળિયાના પણ કેટલાક કેસ આવ્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, સરકાર અગાઉ એમએમઆર (મમ્સ, મિઝલ્સ અને રુબેલા)ની રસી આપતી હતી. આ કારણે ગાલપચોળિયાના કેસ ઘટી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી માત્ર એમઆર (મિઝલ્સ અને રુબેલા)ની રસી અપાય છે. ગાલપચોળિયાની અસર અઠવાડિયું રહેતી હોય છે. ચાલુ સિઝનમાં સ્વાઈન ફ્લૂના અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 322 કેસ નોંધાયા.


ગત માર્ચમાં સ્વાઈન ફ્લૂના 100 કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લૂમાં પણ લોકોને શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, સ્વાઈન ફ્લૂને હવે સિઝનલ ફ્લૂ તરીકે ગણવામાં આવે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સિઝનમાં પરિવર્તન ઉપરાંત લાંબો સમય સુધી ઠંડી રહેતાં સ્વાઈન ફ્લૂના કેસ વધ્યા છે.  સ્વાઈન ફ્લૂના મોટાભાગના દર્દીઓએ હોસ્પિટલ જવું પડતું નથી. બને ત્યાં સુધી આ દર્દીઓ સામાન્ય દવાથી પણ સાજા થઈ જાય છે. ડોક્ટરો સ્વાઈન ફ્લૂનો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત દર્દીને ઘરમાં જ રહેવાની અને શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવાની સલાહ આપે છે. જેથી વાઈરસનો ચેપ એકથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય. કેસમાં વધારો થતાં મ્યુનિ. આરોગ્ય વિભાગે તેને અટકાવવા માટે વિશેષ પગલાં લેવા ઉપરાંત લોક જાગૃતિ માટેના પણ પ્રયાસો કર્યા છે. સિવિલમાં સ્વાઈન ફ્લૂના 5 અને કોરોનાના 2 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂનો ચેપ ધરાવતાં 2 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવા પડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application