અંકલેશ્વરમાં 3 ઓગસ્ટના રાત્રીના ચીકુવાડી - ભાગ્યોદય રોડ પર ગત રાત્રી ના 11.30 અલનૂર કોમ્પ્લેક્સ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ ધરે આવી રહ્યા હતા તે દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઘાયલ સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા ને અંકલેશ્વર ની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન ગત રોજ ઈજાગ્રસ્ત સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા નું બપોરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમનું મોત થતા જ શહેર પોલીસે હત્યાની કલમ નો ઉમેરો કર્યો હતો. તો ઘટનામાં સંડોવાયેલ અને મૃતક ની પત્ની દ્વારા જેના પર શંકા સેવી હતી એવા અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન શેખ ની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરુ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં મહંમદ શફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખ એ કાવતરું રચ્યું હતું અને તેને અઝહર શેખ જોડે મળી બર્ગમેન મોપેડ પર આવી ફાયરિંગ કરી સદાક્ત વાડીવાળા હત્યા કરી હતી. જેમાં પોલીસે પ્રાથમિક બિલ્ડર મહંમદ શફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખ ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ હત્યા માં મૃતક ની પત્ની ની ફરિયાદ આધારે સલીમ ઉર્ફે લોટા ઉસ્માન શાહ તથા અલ નુર કોમ્લેક્ષ ના અન્ય બિલ્ડરની સંડોવણી છે કે કેમ તે ચકાસી રહી છે.
ત્યારે પોલીસે કોર્ટમાં હત્યામાં વપરાયેલ હથિયાર તેમજ અન્ય આરોપી ની સંડોવણી છે કે કેમ તેમજ હત્યા નું મુખ્ય કયું કારણ છે તે અંગે પૂછપરછ અંગે કોર્ટમાં દલીલ કરી હતી. જે આધારે કોર્ટ દ્વારા પ્રાથમિક 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલેખનીય છે કે ઝપાયેલ અઝહર ઉર્ફે ભગવાન શેખ 2011માં હાંસોટ માં થયેલ રાયોટીંગનો ગુના પણ ઝડપાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500