વનરાજ પવાર તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્રારા આજરોજ ડાંગ જિલ્લા કલેકટર બી.કે.કુમારનાને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ બાબતે ગુજરાત સરકારમાં રજુઆત કરવા જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા કલેકટર બી.કે.કુમારને આજરોજ ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનિષભાઈ માહલે,મંત્રી દિપીકાબેન પટેલ,ઊપ્રમુખ અમિત એમ.ચૌધરી તથા ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયટમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીઓની હાજરીમાં મંડળનાં પ્રમુખ મનિષભાઈ માહલેએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે,આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,ડાંગ જિલ્લા પચાયત તલાટી કમ મંત્રી સંવર્ગનાં પ્રશ્રો અંગે ગુજરાત તલાટી કમ મંત્રી મહા મંડળ દ્રારા સરકાર માં રજુઆતો કરવાં છતાં સરકાર દ્રારા હકારાત્મક નિરાકારણ ન આવતાં ગુજરાત તલાટી કમ મંત્રી મહા મંડળ દ્રારા રાજય ભરમાં તલાટી કમ મંત્રીઓ દ્રારા અગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરી,માસ સી.એલ મુકી,પેન ડાઊન જેવા વિવિધ પ્રદર્શનો કરી સરકારનો વિરોધ કરવામાં આવશે જેનાં ભાગરૂપે ડાંગ જિલ્લા તલાટી મંડળ દ્રારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે,આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનાં પ્રમુખ મનિષભાઈ માહલે,મંત્રી દિપીકાબૈન પટેલ,ઊપ્રમુખ અમિત એમ ચૌધરી તથા આહવા તાલુકા મંડળ પ્રમુખ દિપીકાબેન પટેલ,વધઈ તાલુકા મંડળ પ્રમુખ અમિત એમ.ચૌધરી,સુબીર તાલુકા મંડળનાં પ્રમુખ કેતન એસ પવાર અને ડાંગ જિલ્લાની વિવિધ ગ્રામ પચાયતોમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500