Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌરવ યાત્રા ઉપર સરકારી ખર્ચ કરવામાં આવે નહીં:રાજસ્થાન હાઇકોર્ટ

  • September 06, 2018 

જયપુર:ગૌરવ યાત્રા પર નીકળેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેને હાઈકોર્ટ માંથી આકરો ઝટકો લાગ્યો છે.રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે,ગૌરવ યાત્રા ઉપર સરકારી ખર્ચ કરવામાં આવે નહીં. ગૌરવ યાત્રા દરમિયાન ચાલનારા વાહનોમાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેને બાદ  કરતા પ્રધાનો-અધિકારીઓ પર સરકારી ખર્ચ કરવામાં આવે નહીં.મહત્વપૂર્ણ છે કે,પહેલા કોંગ્રેસ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં સરકારી ખજાનાનો ઉપયોગ કરીને વસુંધરા રાજેની ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે.અને કલેક્ટર તથા એસપીની મદદથી લોકોને બોલાવવામાં આવે છે.આ સિવાય યોજનાઓના લાભાર્થીઓને બોલાવીને તેમને ભાજપને વોટ આપવા માટે સમજાવવામાં આવે છે.આ મામલે રાજસ્થાન હાઈકોર્ટે ભાજપ અને રાજસ્થાન સરકારને નોટિસ જાહેર કરી હતી.તેના જવાબમાં રાજસ્થાનની વસુંધરા રાજેની સરકારે કહ્યું હતું કે,ભાજપ અને રાજ્ય સરકારની મિશ્રિત યાત્રા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application