Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોઇપણ કો-ઓપરેટિવ સોસાયટી સાથે બેંકની જેમ લેવડ-દેવડ કરવાથી બચો:આરબીઆઈ

  • September 06, 2018 

નવી દિલ્હી:સામાન્ય લોકો બેંકમાં પૈસા રાખવા સૌથી સુરક્ષિત માને છે.પરંતુ કેટલાક એવા લોકો છે જે કો-ઓપરેટીવ સોસાયટીને બેંક ગણાવીને લોકો સાથે વ્યવહારો કરે છે.આવા લોકો અને સંસ્થાઓને લઈ ભારતીય રિઝર્વ બેંક પહેલા જ ચેતવી ચૂકી છે.   આરબીઆઈએ જાહેર કરેલા પરિપત્ર મુજબ કેટલીક કો-ઓપરેટીવ સોસાયટી તેના નામ સાથે બેંક શબ્દનો ઉપયોગ કરી રહી છે જે કાયદાનું ઉલ્લંઘન છે.આ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949નું ઉલ્લંઘન છે.સામાન્ય વ્યક્તિઓને સલાહ આપવામાં આવી છે કે,આવી કોઈપણ કો-ઓપરેટિવ સોસાયટી સાથે બેંકની જેમ લેવડ-દેવડ કરવાથી બચે.કેમકે તેમાં નુકસાન થઈ શકે છે.આરબીઆઈએ કહ્યું કે,કેટલીક કો-ઓપરેટીવ સોસાયટી આ રીતે બીનસદસ્યો,નોમિનલ મેમ્બર્સ અને એસોસિએટ મેમ્બર્સ પાસે પૈસા જમા કરાવે છે.તેમની તરફથી કરાઈ રહેલા આ કારોબાર સમગ્ર રીતે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની વિરુદ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application