વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:કેરળ રાજ્યમાં કુદરતી આફતના કારણે લોકો સંકટમાં મુકાયા હતાં અને લોકો બેઘર બન્યા હતા તેઓની મદદ માટે દેશ વિદેશમાંથી લોકો મદદ કરી રહ્યા છે ત્યારે દક્ષિણના કેરળ રાજ્યમાં પુર પ્રભાવિત વિસ્તારો માટે ઘણા લોકો દાન આપી મદદ કરી રહ્યા છે.આ મદદમાં વઘઈ નો મુસ્લિમ સમાજ પણ જોડાયો હતો વઘઈ ના મુસ્લિમ સમાજે પુરગ્રસ્ત લોકો માટે દાન એકઠું કરી માનવાતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.વઘઈ નગરની દુકાનો અને બજારમાં જઈ પુર પીડિતો માટે દાન એકઠુ કર્યુ હતું.સૌ ગ્રામજનોએ નાતજાતનો ભેદ ભૂલી મન ખોલીને દાન આપ્યું હતું ગુજરાત થી પુર પીડિતો ને જુદાજુદા સંગઠનો,સામાજિક સંસ્થાઓ ,ગૃપો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફંડ અને કપડાં,અનાજ વગેરે ની કીટ સાથે ની મદદ કરવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ માં મુસ્લિમ સમાજ પણ રાહત ફંડ માટે આગળ આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application