Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી જીતવા કોંગ્રેસનો પ્લાન:૧૫૦૦૦ લાઇક્સ:૫૦૦૦ ફૉલોઅર્સ હશે તો જ મળશે ટિકિટ

  • September 04, 2018 

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની.વાસ્તવના સમયની સાથેસાથે ચૂંટણી લડવાની યોગ્યતામાં ઘણા ફેરફારો આવ્યા છે.સોશ્યલ મીડિયાના જમાનામાં હવે ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનારા કાર્યકર્તાઓનું આ પ્લેટફોર્મ પર સક્રિય હોવું ઘણુ મહત્વનું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટિ (MPCC)એ ઉમેદવારો અને ટિકિટ મેળવવા ઇચ્છા ધરાવનારા લોકોને પત્ર લખ્યો છે,આમા ચૂંટણી લડવા માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, ''તેમના Facebook પેજ પર ૧૫,૦૦૦ લાઇક્સ, Twitter પર ૫,૦૦૦ ફૉલોઅર્સ અને એક WhatsApp ગ્રુપ જોઇએ.''એટલું જ નહી કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ MPCC ટ્વીટર એકાઉન્ટ પરથી દરેક પોસ્ટને રિ ટ્વીટ કરવી પડશે.ટિકિટના દાવોદારો સાથે ધારાસભ્ય અને પદાધિકારીને કહેવામાં આવ્યુ છે કે,૧૫ સપ્ટેમ્બર સુધી ટ્વીટર,ફેસબુક અને વ્હોઇટ્સઅપની જાણકારી મધ્ય પ્રદેશ કોંગ્રેસના સોશ્યલ મીડિયા અને IT સેલને ઉપલબ્ધ કરાવવામાં આવે.આ ચિઠ્ઠી MPCCના ઉપાધ્યક્ષ ચંદ્રભાષ શેખર તરફથી મોકલવામાં આવી છે.જણાવી દઇએ કે,આ જ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણી થવાની છે.આવામાં બંને મુખ્ય પાર્ટીઓમાં તેમની તૈયારીઓ કોઇ કસર છોડવા માંગતી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application