Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં મતદાન મથકો પર 6727 સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે

  • November 30, 2022 

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તાબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના 13.29 લાખ મતદારો 1395 મતદાન મથક ઉપર મતદાન કરશે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 35 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતર્યા છે. 1395 મતદાન મથકો ઉપર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 6727 પોલીસ જવાનો અને અધિકારીઓનો કાફલો સુરક્ષા માટે તેનાથી કરવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2 તબક્કામાં યોજાનાર છે.



વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના 1395 મતદાન મથકો ઉપર 13.29 લાખ મતદારો મતદાન કરશે. મતદારો ભય મુક્ત વાર્તાવરણમાં મતદાન કરી શકે તે માટે કુલ 6727 પોલોસ જવાનો અને અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં CAPFની 40 જેટલી કંપની ચૂંટણી બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા છે.




વલસાડ જિલ્લાના 1395 મતદાન મથકો પૈકી 371 મતદાન મથક દંવેદન શીલ મતદાન મથકો જાહેર કર્યા છે. જે તમામ મતદાન અથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર મતદારો માટે પાયાની તમામ સુવિધાથી સજ્જ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 1395 મતદાન મથકો ઉપર 1 SP, 5 DySP, 14 PI, 35 PSI, 1912 પોલીસ જવાનો, 1880 હોમગાર્ડ, અને 40 CAPFની પ્લાટુન જિલ્લાનાં મતદાન મથકો ઉપર સુરક્ષા કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application