મુંબઇઃપોતાની આંખના ઈશારે સમગ્ર દેશમાં લોકપ્રિય બનનારી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.સુપ્રીમ કોર્ટે‘વિકિંગ ક્વીન’ પ્રિયા પ્રકાશ વિરુદ્ધ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં દાખલ એફઆઈઆરને રદ કરી દીધી છે.કોર્ટે કહ્યું,તે ભવિષ્યમાં પ્રિયા પ્રકાશ અને તેની ડેબ્યૂ ફિલ્મ‘ઓરૂ અદાર લવ’ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ ન કરવામાં આવે.
મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય જજ દીપક મિશ્રા,જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રપૂર્ણએ કહ્યું કે,કોઈ સૂફી સોન્ગ પર શૂટ કરાયેલા ગીત દરમિયાન આંખ મારવાથી મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધાર્મિક આસ્થાને કેવી રીતે ઠેસ પહોંચી શકે છે.કોર્ટે બંને એફઆઈઆરને રદ કરતા કહ્યું કે,સૂફી સોન્ગમાં આંખ મારવા પાછળ પ્રિયા પ્રકાશ વોરિયરની કોઈ ખોટી ભાવના નહોતી અને તેનું આમ કરવા પાછળ કોઈ ધાર્મિક આસ્થાને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય નહોતો.એવામાં તેમણે આઈપીસીની ધારા 295-એ અંતર્ગત આરોપી ન બનાવી શકાય. અહીં જણાવી દઈએ કે 18 વર્ષની પ્રિયા પ્રકાશ વોરિયરની ડેબ્યૂ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ના એક ગીત દરમિયાન આંખ મારવાની તેની અદાથી રાતો રાત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.તેની વીડિયો ક્લિપને કરોડો લોકોએ જોઈ અને શેર કરી.જોકે આ ફિલ્મના સોન્ગ‘માણિક્ય મલરાય પૂવી’ પર કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.આ કારણે પ્રિયા અને તેની ફિલ્મના ડિરેક્ટર ઓમર લુલૂ પર તેલંગણાના ફકલનુમા અને મુંબઈમાં કેસ દાખલ થયો હતો.કેટલાક લોકોએ ગીતથી મુસ્લિમ ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application