Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કરવા બદલ ફાર્માસ્યુટિકલ કંપનીને લીગલ કોસ્ટ પેટે 1.5 કરોડ રૂપિયા કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવા મુંબઈ હાઇકોર્ટનો આદેશ

  • September 02, 2018 

મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કરવા બદલ એક ફાર્માસ્યુટિકલ કંપનીને લીગલ કોસ્ટ પેટે 1.5 કરોડ રૂપિયા કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો આદેશ કર્યો છે.જસ્ટિસ શાહરૂખ કાંઠાવાલાએ ટાંક્યું કે,“કેરળમાં અચાનક વિનાશક આપત્તિ આવી પડી છે,જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાઈડલાઈન્સ પ્રમાણે L3 લેવલની કેટગરીમાં આવે છે.કંપનીએ 1.5 કરોડ રૂપિયા કેરળમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાના રહેશે.”ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલે ગલ્ફા લેબોરેટરીઝ વિરુદ્ધ ટ્રેડમાર્કના નિયમનો ભંગ કર્યાની અરજીની સુનાવણી વખતે કોર્ટે આદેશ આપ્યો. ગલ્ફા પર ગ્લેનમાર્કની પ્રોડક્ટનું આર્ટ વર્ક,કલર સ્કીમ,ફોન્ટ સ્ટાઈલ,લખવાની ઢબ અને ટ્રેડ એડ્રેસ કોપી કર્યાનો આરોપ છે.જજે સુનાવણીમાં કહ્યું કે,“સ્પષ્ટ રીતે દેખાય છે કે ગલ્ફાએ વારંવાર અન્ય બ્રાંડની કોપી કરી છે સાથે જ FDAના રેગ્યુલેશનનું પણ ઉલ્લંઘન કર્યું છે.”3/4‘દવાઓ મીઠાઈ નથી,લોકોના સ્વાસ્થ્યની જવાબદારી નિભાવો’ જજે ટાંક્યું કે,“દવાઓ મીઠાઈ નથી.દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર ગ્રાહકોનું સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી છે એટલે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.ફાર્માસ્યુટિકલ કંપનીઓની સામાન્ય નાગરિકો પ્રત્યે વિશેષ જવાબદારી છે.પરંતુ આજકાલ કંપનીના ફાઈનાન્સિયલ અનો કોર્પોરેટ ગોલ્સ નફા આધારિત વધુ અને લોકોના સ્વાસ્થ્યલક્ષી ઓછા છે.આ કેસ આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”ગલ્ફાએ પોતાની ભૂલ સ્વીકારી અને કોર્ટના આદેશ પ્રમાણે રૂપિયા ચૂકવીને વિવાદ શાંત કરવાનું કબૂલ્યું છે.છેલ્લા 10 વર્ષમાં આ કંપનીએ 2.9 કરોડથી વધુની દવાઓ ટ્રેડમાર્કનો ભંગ કરીને વેચી છે. કોર્ટે કહ્યું કે,સામાન્ય રીતે કેસમાં જ્યારે ગુનેગાર ગુનો કબૂલે તો તેના પ્રત્યે કૂણું વલણ દાખવવામાં આવે છે પરંતુ આ કેસમાં તે શક્ય નથી.જજે કહ્યું કે,“આ કેસમાં કંપનીનું આચરણ અપ્રમાણિક અને ઉદ્ધત છે સાથે જ કાયદા પ્રત્યે આદરભાવ ન હોવાનું પણ દેખાય છે.કંપનીએ જ્યારે પહેલી વખત કાયદાનું ઉલ્લંઘન કર્યું ત્યારે જ તેને કડક સજા મળી હોત તો વારંવાર આ પ્રકારે ન કર્યું હોત.આ કેસમાં અન્ય એજન્સીઓ પણ કંપનીના વ્યવહારોની ચકાસણી કરે તે જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application