નવી દિલ્હી:પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીની અસ્થિઓનું રવિવારે પવિત્ર નદી ગંગામાં વિસર્જિત કરવામાં આવી.હરિદ્વારના હર પૌડી ઘાટ પર અસ્થિઓનું વિસર્જનના કાર્યક્રમમાં તેમની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરી હતી.આ દરમિયાન અટલજીનો પરિવાર,બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના અનેક મોટા નેતાઓ ઉપસ્થિત હતા.આ પહેલા તેમની અસ્થિ કળસ યાત્રા હરિદ્વારમાં નિકળી હતી,આ દરમિયાન સમગ્ર રસ્તામાં તેમના પર ફૂલ વર્ષા કરી અટલજી અમર હોનો નાદ ગુજ્યો હતો.
અટલજીના અસ્થિ વિસર્જન કાર્યક્રમમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ,ગૃહમંત્રી રાજનાથ સિંહ,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવસ સહિત હજારો લોકો સામેલ થશે.અટલજીની અસ્થિને ભારતની મોટાભાગની નદીઓમાં વિસર્જન કરવામાં આવશે,જેની શરૂઆત આજે એટલે રવિવારે હરિદ્વારની ગંગા નદીથી કરવામાં આવશે.અસ્થિ કળશ યાત્રા પાંચ કિલોમીટરની યાત્રા કરી હર કી પૌડી ઘાટ પહોચશે જ્યાં તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે,સ્વતંત્ર ભારતના કરિશ્માઇ નેતાથી ઓળખાતા વાજપેયીજી નું નિધન ગુરુવારે 93 વર્ષની ઉમરે થયં હતું.નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર શુક્રવારે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.બીજેપીના પીઠનેતા રહેલા વાજપેયીજીના માટે 20 ઓગસ્ટે દિલ્હીમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.તેવી જ રીતે લખનઉમાં પણ 23 ઓગસ્ટે સભા ગૃહમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સિવાય વાજપેયીનો પરિવાર પણ હાજર રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application