ભરતભાઈ શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા ના પોઇચા ખાતે આવેલા ત્રીવેણી સંગમ ખાતે ઓરસંગ અને નર્મદા નો સંગમ પર પાણીનુ જળસ્તર વધ્યુ વરસાદ ને પગલે નદીમા ઘોડાપુર આવ્યુ અને નદી બે કાંઠે વહેતી થઈ છે,નર્મદા નદીનો સાંકડો થઈ ગયેલો પટ્ટ વિશાળ બનતા નર્મદા પ્રથમવાર ખળખળ વહેતી જોવા મળી હતી,નર્મદા નદી વર્ષો બાદ બે કાંઠે વહેતા ભરૂચ નર્મદા જિલ્લામાં ઓછા પાણીને લઈને લાગણીઓ દુભાતી હતી જે દુર થઈ ગઈ છે.
મધ્યપ્રદેશ માં સતત વરસાદ ને લઈ ઓરસંગ માં પાણી આવ્યું,છોટાઉદેપુર અને નર્મદા મા પણ વધુ વરસાદ પડતા ઓરસંગમાં ઘોડાપુર આવ્યુ જેના પગલે કાંઠાની દુકાનો હટાવી લેવાઈ,પોઇચા નર્મદા નદિમા પાણી આવતા યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 28 પગથિયાં ડૂબી ગયા હતા,વહેણ એટલુ વધુ હતુ કે અને 3૦૦ થી વધુ હોડીઓ ને નદીઓમા નહિ ચલવવા વહિવટી તંત્ર દ્વારા સુચના આપવામા આવી છે.વરસાદ ના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યુ જોકે કોઇ નુકશાની નો આહેવાલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application