ભરતભાઈ શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં પ્રોહીબિશનની બદી નેસતાનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ કડક સૂચના આપી છે.જેને પગલે નર્મદા SOGએ ચેકીંગ દરમિયાન રાજપીપળા નજીકના વિશાલ ખાડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 4.45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
નર્મદા SOG પીએસઆઈ એચ.જી.ભરવાડ તથા તેમનો સ્ટાફ બાતમીને આધારે ગુરુવારે રાજપીપળા નજીકના વિશાલ ખાડી પાસે ચેકીંગ કરી રહ્યા હતા.દરમિયાન GJ-22-A-1548 માંથી 95,600 રૂપિયાની કિંમતનો વિવિધ બ્રાન્ડનો વિદેશીદારૂ સાથે હિતેશ અરવિંદ માછી રહે,રાજપીપળા ને ઝડપી પાડ્યો હતો.પૂછપરછ દરમિયાન આ ગુન્હા માં દિલીપ ઝવેર વસાવા,નિલેશ કિશોર વસાવા,પ્રેમલ હેમુ શાહ પણ સામેલ હોવાનું તથા આ વિદેશીદારૂ ગૌતમ બાબુ મારવાડી રહે,બેડા કંપની,નેત્રંગ પાસેથી લાવ્યા હોવાનું હિતેશે કબુલ્યું હતું.બાદ પોલીસે વિદેશી દારૂ તથા 3.50 લાખની ટાવેરા કાર મળી કુલ રૂપિયા 4,45,600/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500