Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં 60 %નો વધારો

  • November 15, 2023 

રવિવારે દેશ-દુનિયામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી, પરંતુ ગુજરાતમાં ઘણા લોકોની દિવાળી બગડી હતી. એક અહેવાલ અનુસાર દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસોમાં નોંધતા અકસ્માતો કરતા વધુ અકસ્માતો નોંધાયા હતા. EMRI 108ના ડેટા અનુસાર રવિવારે દિવાળીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં 60% વધારો નોંધાયો હતો. પડવું, દાઝવું, મારામારી અને વીજ કરંટ લાગવાની ઘટનામાં પણ 60% વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના કોલ રાત્રે 8 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યાની વચ્ચે આવ્યા હતા.



આંકડાઓ મુજબ સમગ્ર રાજ્યમાં 41 દાઝી જવાના કેસો નોંધાયા હતા, જેમાં અમદાવાદના 10, સુરતના સાત, રાજકોટના ચાર અને વડોદરા, અમરેલી, આણંદ, ભાવનગર, જામનગર અને પાટણના બે-બે કેસનો સમાવેશ થાય છે.વાહનોના અકસ્માતોની વાત કરીએ તો અમદાવાદમાં 94, વડોદરામાં 56, સુરતમાં 54, રાજકોટમાં 38 અને દાહોદમાં 28 અકસ્માતો નોંધાયા હતા. મારામારીની ઘટનાઓ સામાન્ય દિવસો બમણી થઈને 279 નોંધાઈ હતી, જ્યારે પડી જવાની ઘટના 20 ટકા વધીને 215 નોંધાઈ હતી.EMRIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે ટીમોને પાછલા વર્ષોના આંકડાઓના આધારે વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામ આવી હતી. શહેરોમાં ઈમરજન્સીના વધુ કેસ નોંધાયા હતા. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસોમાં પણ ઈમરજન્સીના કેસ વધે છે.



અમદાવાદમાં મોડી રાત સુધી ફટાકડા ફૂટવાને કારણે એર ક્વોલીટી ઇન્ડેક્સ(AQI)માં વધારો નોંધાયો હતો. રવિવારે સાંજે 6 વાગ્યે AQI લગભગ 80 હતો અને મધ્યરાત્રિ સુધીમાં 160નો આંકડો પાર કરી ગયો હતો. સોમવારે બપોર સુધીમાં તે વધીને 183 થઈ ગયો. આ AQI 2021 અને 2022 માં દિવાળી પર નોંધાયેલા AQI કરતાં વધારે હતો. સરકારી ડેટા અનુસાર, દિવાળી પર અમદાવાદનો AQI 2021 માં 120 અને 2022 માં 130 હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application