Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદની 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

  • April 21, 2024 

6 વર્ષની ઉંમર એટલે તો રમકડાંઓથી રમવાની ઉંમર, આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદની માત્ર 6 વર્ષની નાનકડી બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.


6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર 16 સેન્ટિમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી. તક્ષવીના માતા-પિતા બન્ને ડૉક્ટર છે. કોરોનાકાળમાં તેમણે તક્ષવીને રમત-ગમત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારથીજ તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો. માત્ર 5 વર્ષની ઉંમરે તક્ષવીએ “અંડર સેવન”માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે તક્ષવી પહેલાં જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application