વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના છ વિદ્યાર્થીઓ અતુલની પાર નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં છ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા હતા. નદીમાં ન્હાતી વખતે છ વિદ્યાર્થીઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં. આસપાસના સ્થાનિકોને જાણ થતા ચાર વિદ્યાર્થીઓને તો બચાવી લેવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
કોલેજના વિદ્યાર્થીઓ નદી પર બનાવેલ બોરી બંધ પર બેસીને મજા માણી રહ્યા હતાં. મજા માણતી વખતે ઓચિંતા નદીમાં પડતા તમામ ડૂબ્યા હતા. સદનસીબે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે બે વિદ્યાર્થીને બચાવી શકાયા ન હતાં. પાણીમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ પાર નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી છ વિદ્યાર્થી પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. ઘટનાન પગલે બુમાબુમ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદીને વિદ્યાર્થીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેના લીધે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500