ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતાં મોત ખુબ જ ચિંતા ઉપજાવે એવા છે. અત્યાર સુધી ગુજરાતમાં સુરતમાં હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા હતા, ત્યારે હવે લાગે છે અરવલ્લી જિલ્લો મોતનો રેકોર્ડ તોડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ 6 લોકોને હાર્ટ એટેક આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં બે દિવસથી હાર્ટ એટેકથી મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના સમાચાર જાણીને ચોંકી જવાશે.
અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચાર પુરુષ, એક યુવતી અને મહિલાનું મોત નિપજ્યું છે. આ તમામ છ લોકો ૨૩ વર્ષથી ૭૩ વર્ષ સુધીના વયના હતા. જેમાં માલપુર અને મેઘરજમાં બે, સાંઠબા એક, મોડાસામાં એકનું મોત નિપજ્યું છે. 66 વર્ષીય એક ખેડૂતનું યાર્ડમાં અનાજ વેચાતી વેળાએ હાર્ટ એટેકથી મોત આવ્યુ હતું. તો જિલ્લામાં સતત વધતાં હાર્ટ એટેકના કેસોથી ચિંતાનો માહોલ સર્જાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500