ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે જેમાં કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે અને આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત થઈ ગયા છે. જોકે આ દુર્ઘટનાં કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ હોલિકોપ્ટર એક આર્યન કંપનીનું હતું અને ક્રેશ થવાનું કારણ હજુ સામે નથી આવ્યું. જોકે, ખરાબ હવામાન હોલિકોપ્ટર ક્રેશનું કારણ હોય શકે છે. આ હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી.
જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. કેદારનાથ ધામમાં ધુમ્મસનાં કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના બાદ હેલિકોપ્ટરનાં અનેક ટુકડા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે. જોકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. મોટાભાગના લોકો પગપાળા કેદારનાથ મંદિર પહોંચે છે અને કેટલાક લોકો આ માટે હેલિકોપ્ટરની મદદ પણ લે છે. આજે કેદારનાથ મંદિરે જઈ રહેલા ભક્તોનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application