મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઘોડા ગામના પીપળા ફળિયામા નદી કિનારે બાવળીયાની ઝાડીઓ નીચે જાહેરમાં વગર પાસ પરમિટે જુગાર રમતા 6 જુગારીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1,31,570/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી બીટ નંબર-2માં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઘોડા ગામના પીપળા ફળિયામા નદી કિનારે બાવળીયાની ઝાડીઓ નીચે જાહેરમાં કેટલાક ઈસમો પત્તા પાના પૈસાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર રેઈડ કરતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ તમામ જુગારીઓની અંગ ઝડતી કરતા રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો અને 5 નંગ મોબાઈલ તેમજ 3 મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 1,31,570/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉકાઈ પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલ 6 જુગારીઓ...
1.સવિન ભુરીયાભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, સોનગઢ),
2.જયંતિ સુપડીયાભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, સોનગઢ),
3.જ્મ્બુ પાનાભાઈ ચૌધરી (રહે.ઘોડા ગામ, સોનગઢ),
4.સુનીલ ઉર્ફે ટાલો ઠાકોરભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, સોનગઢ),
5.દિલીપ ભીમાભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, સોનગઢ) અને
6.મહેશ દિનકરભાઈ વળવી ગામીત (રહે.ઘોડા ગામ, સોનગઢ).
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માત, ચાલક અને ક્લીનરને પહોંચી ઇજા
April 08, 2025અબ્રામામાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત નિપજ્યું
April 08, 2025