Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના ધામદોડ લુંભા ગામની સીમમા શેરડીના ખેતરમાંથી જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા

  • August 23, 2024 

બારડોલી તાલુકાના ધામદોડ લુંભા ગામની સીમમાં બ્રીજેશભાઈ મનિષભાઈ પટેલના શેરડીના ખેતરમાં પોલીસે રેઈડ કરી ૬ જુગારીઓ જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીના રોકડા રૂપિયા ૨૬,૬૫૦ તથા દાવ ઉપર રોકડા રૂપિયા ૭,૫૦૦ મળી કુલ રોકડા રૂપિયા ૩૪,૧૫૦ તથા મોબાઈલ ફોન નંગ ૫ કિંમત રૂપિયા ૭૮,૦૦૦ તથા ગંજીપાના નંગ પર મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જયારે પકડાયેલ આરોપી ફિરોજ ઉર્ફે ધોરાજી રફીક શેખ (ઉ.વ.૩૧., રહે.રાજીવનગર ગલી નં.૧ ગાંધી રોડ બારડોલી), સલમાન સલીમ પટેલ (ઉ.વ.૩૨ રહે.કુબા પાર્ક મકાન નં. બી-૧૨ બારડોલી), રાહુલ શંકરભાઈ રાઠોડ (ઉ.વ.૨પ રહે.પચાસ ગાળા બારડોલી), હન્નાન સતાર અંસારી (ઉ.વ.૪૮., રહે.રંગઉપવનની પાછળ તલાવડી, બારડોલી), અરમાન રામકિશોર ઢોડીયા (ઉ.વ.૨૧., રહે.રાજીવનગર ગલી નં.૧ બારડોલી), નિખીલ ઉર્ફે ગુલાબો ઉર્ફે ગુલાબ રમેશભાઈ ગામીત (ઉ.વ.૨૪., રહે.જોગી ફળીયા બારડોલી)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News