સુરતના બારડોલી પાસે બામરોલી ગામની સીમમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાર અને ડમ્પર ટકરાતા 2 બાળક સહીત 6ના મોત નિપજ્યા છે. લગ્ન પ્રસંગમાં ઘરેથી આવતા આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી, બીજી તરફ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહોની નોંધણી કર્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
મોટા ટ્રક અને ડમ્પરના કારણે આ અકસ્માતો સતત સામે આવી રહ્યા છે.
આ સંદર્ભે પોલીસ દ્વારા મૃતકોની ઓળખ અને તેમના સ્વજનોને જાણ કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે તેમાં પણ હાઈવે પર ગમખ્વાર રીતે ચાલતા મોટા ટ્રક અને ડમ્પરના કારણે આ અકસ્માતો સતત સામે આવી રહ્યા છે. અકસ્માતોના કારણે અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મોટી ઘટના બની હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર પલટી ગઈ
બારડોલી પાસેની આ ઘટનામાં કાર અને ડમ્પર ટકરાતા આજુ-બાજુથી લોકો ભેગા થઈ ગયા હતા અને કેટલાકને ત્યાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ઘટનામાં 2 બાળકો સહીત 6 લોકોનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. તરસાડી ગામે લગ્ન પતાવી પરિવાર પરત માંડવી જઈ રહ્યો હતો,ત્યારે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર પલટી ગઈ. આ ઘટનામાં 3 મહિલા, 1 પુરુષ, 1 બાળકી અને એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે. મૃતકનો પરિવાર સુરત જિલ્લાના માંડવીમાં રહેતો હોવાની માહિતી સામે આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500