ઉત્તરપ્રદેશનાં બહરાઈચ જિલ્લામાં બારાવફાતનાં જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોનાં મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જયારે ઘાયલોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને લખનઉ રેફર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટનાને ધ્યાને રાખી મુખ્યમંત્રી યોગીએ ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા. આ ઘટના બહરાઈચ જિલ્લાનાં નાનપરા વિસ્તારનાં ભગડવા માસૂપુર ગામની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જુલૂસની લારીમાં લોખંડનો સળિયો હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક વાયર સાથે ટચ થઈ ગયો હતો. લોખંડનો સળિયો હાઈ ટેન્શન વાયર સાથે અથડાતા જ હાથગાડીમાં કરંટ નીચે આવ્યો હતો અને 7 લોકો તેની લપેટમાં આવી ગયા હતા જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા.
વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, જુલૂસ રાત્રે 2:00 વાગ્યે સમાપ્ત થયું ગયું હતું. પીડિતોના સંબંધીઓએ જણાવ્યું કે સવારે 4:00 વાગ્યાની આસપાસ આ છોકરાઓ પાઈપ લાગેલ લારીને પડોશી ગામમાં લઈ જતા હતા ત્યારે તેઓ હાઈ-ટેન્શન લાઈનની પકડમાં આવી ગયા હતા. એકબીજાને બચાવવા જતાં પાંચ લોકોનાં મોત થયા હતા. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, અકસ્માત અચાનક થયો અને તેમાં કોઈની ભૂલ નથી. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500