પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૨૮ મે ૨૦૨૩થી ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭૦૫૭ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવા કૂલ-૫૨૯ બુથ, ૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસના અંતે કુલ-૫૮૮૧૩ (૮૬.૧૪ ટકા) ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.
સબ નેશનલ પલ્સ પોલિયો રાઉન્ડના પ્રથમ દિવસે જીલ્લાના તમામ બુથ પર પદાધિકારીઓ, ચુટાયેલાં સભ્યઓ, ગામના આગેવાનો દ્વારા પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જીલ્લા પંચાયત પ્રમુખનાં દ્વારા નિઝર ખાતે પોલિયો બુથ તથા આઉટરીચ એક્ટિવિટીનું નિરિક્ષણ કર્યુ હતુ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ એ.વસાવા અને જીલ્લા આર.સી.એચ.અધિકારી, ડો.બિનેશ ગામીત અર્બન હેલ્થ સેન્ટર, વ્યારા ખાતે બુથ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લાના અલગ અલગ બુથ અને સેશન સાઈટની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતુ. તાપી જીલ્લામાં તાલુકા લાયઝન અધિકારીઓ દ્વારા તાલુકાની વિવિધ સાઈટ અને કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવ્યુ હતુ. આગામી ૩૦-૦૫-૨૦૨૩ સુધી આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ ૦-૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500