ભરત શાહ દ્વારા-તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:સાગબારા પોલીસે આજરોજ નાકાબંધી દરમિયાન ધનસેરા ચેક પોસ્ટ પાસે એક ગાડીને અટકાવી તપાસ કરતા અંદરથી લાખોનો માદક પદાર્થ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે,
ભભુતા વિશનોઇ રહે.સાંચોર જીલ્લો જાલોર નાઓએ ટાટા ઇન્ડીગો ગાડી નંબર MH-30-L-9544 મા માદક પદાર્થ અફીણના પોષ ટોટા ભરેલ મીણીયા કોથળા નંગ-8 મા કૂલ અફીણના પોષ ટોટા 71 કિલો 725 ગ્રામ કિ.રૂા.2,15,175 /-નો મુદ્દામાલ ભરી આપી બાબુલાલ પ્રેમા રામજી વિશનોઇ રહે.લાખની,બગોડા,જિલ્લો જાલોર(રાજસ્થાન) તથા રમેશભાઇ ઉર્ફે ગણપત હેમારામ વિશનોઇ રહે.સાંચોર નહેરૂ કોલોની,જિલ્લો જાલોર(રાજસ્થાન) નાઓ રાજસ્થાનથી બિનઅધિકૃત રીતે આંતર રાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા લઇ આવતા સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી વાહન ચેકીંગ દરમ્યાન ઝડપાય ગયા હતા,કાર સહિત રૂપિયા 4,70,515/- ના મુદ્દામાલ સાથે બે જણાને જેલ ભેગો કરવામાં આવ્યો છે,બનાવ અંગે આગળની વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ આર.એન.રાઠવા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500