તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:મહારાષ્ટ્ર થી દારૂ લાવી નર્મદા જિલ્લા માંથી પસાર થઈ નેત્રંગ લઇ જતા બુટલેગર ની બાતમી નર્મદા પોલિસ ને મળતા જીલ્લા પોલિસ વડા મહેંદ્ર બગડીયાની સુચાના થી સગબારા પોલિસે ચેકિંગ શરુ કર્યું હતું જેમાં પોલિસે એક લકઝરીયસ કારમા ગેરકાયદેસર રીતે લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ભરુચ જિલ્લાના નેત્રંગ ગામનો અંકિત નરેન્દ્ર માલી પોતાની લકઝરીયસ કારમાં મહારાષ્ટ્રથી વિદેશી દારૂ ભરી લાવતો હતો,અને નેત્રંગમા વેચવા ના ઇરાદે લઈ જતો હોય આ ગેરકાયદેસર પ્રવ્રુતિની જાણ પોલિસને થતા ડીવાયએસપી રાજેસ પરમાર, સીપીઆઇ કે.એ.મકવાણા,પોસઈ વાય.એસ.શિરસાઠ સહિત પોલીસ ટીમે 21 જુલાઈના રોજ ચેકીંગ દરમિયાન દારૂ લઈ જતી કાર ઝડપી પાડી હતી,જોકે કારમાં બેઠેલ અંકીત માલી ભાગવા જતા ગાડી ખાડામા ઉતરી ગઈ એટલે આ અંકિત માલી ગાડી મુકી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે,પોલિસે માંથી કરતા વિવિધ બ્રાંડોનો વિદેશી અંદાજીત રૂપિયા 1,36,3૦૦/-,અને કાર સાથે મળી કુલ રૂ.4,86,3૦૦/-નો જપ્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500