Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૫૪.૯૭ ટકા પરિણામ

  • May 13, 2022 

માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જે પૈકી તાપી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કુલ-૫૪.૯૭ ટકા પરિણામ આવ્યું છે. તાપી જિલ્લામાં કુલ-૯૩૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગ્રેડ અનુસાર જોઇએ તો, એ-1 ગ્રેડમાં ૦ વિદ્યાર્થીઓ, એ-2માં ૦૫, બી-1માં ૩૧, બી-2માં ૮૪, સી-1માં ૧૭૯, સી-2માં ૧૭૨, ડી-માં ૪૩, ઇ-1માં ૦ અને ઇ-2માં ૪૨૯ વિદ્યાર્થીઓ સાથે જિલ્લાનું કુલ-૫૪.૯૭ ટકા પરીણામ જાહેર થયુ છે.



તાપી જિલ્લામાં એકથી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ જે.બી.એન્ડ એસ.એ સાર્વ.હાઇ.વ્યારાના વિદ્યાર્થીઓ છે. જિલ્લામાં પ્રથમ ક્રમે કુરેશી ફરદિન ફિરોજભાઇ, કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૬ ગુણ સાથે ૮૫.૫૩ ટકા, બીજા ક્રમે પટેલ મેઘા મનહરભાઇ કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૩ ગુણ સાથે ૮૫.૦૭ ટકા, અને ત્રીજા ક્રમે વહોરા રૂષાંત ઇમ્ત્યાઝભાઇ કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૦ ગુણ સાથે ૮૪.૬૧ ટકા સાથે ઉત્તરીણ થયા છે.



જિલ્લામાં એ-2માં ૦૫ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે કુરેશી ફરદિન ફિરોજભાઇ, કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૬ ગુણ સાથે ૮૫.૫૩ ટકા, બીજા ક્રમે પટેલ મેઘા મનહરભાઇ કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૩ ગુણ સાથે ૮૫.૦૭ ટકા, અને ત્રીજા ક્રમે વહોરા રૂષાંત ઇમ્ત્યાઝભાઇ કુલ ગુણ ૬૫૦માંથી ૫૫૦ ગુણ સાથે ૮૪.૬૧ ટકા, ચોથા ક્રમે માંડળ જાગૃતિ હાઇસ્કુલ, માંડળની વિદ્યાર્થીની ગામીત સ્નેહલબેન હરસિંગભાઇ કુલ ગુણ ૫૩૪ સાથે ૮૨.૧૫ ટકા અને પાંચમાં ક્રમે જયઅંબે ઇન્ટરનેશનલ સ્કુલ, ઇન્દુ, વ્યારાનો વિદ્યાર્થી વાડિલે ગોકુલ મગનભાઇ કુલ ગુણ ૭૦૦માંથી કુલ-૫૭૧ ગુણ મેળવી ૮૧.૫૭ ટકા સાથે ઉત્તરીણ થયા છે.



સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે વિધાર્થીઓ, તેઓના માતાપિતા અને શિક્ષક પરિવારને શુભેચ્છાઓ પાઠવી છે. સાથોસાથ અનઉતિર્ણ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને હતાશ થયા વિના ફરીથી મહેનત કરીને સફળતા મેળવવા પ્રયાસ કરવા અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application