સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાન ખાતે એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતીવાડી અધિકારીશ્રી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૦૬/૦૨/૨૦૨૨ના રોજ પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારની જય અંબે ગૃપ કો.હા.સર્વિસ સોસાયટી લી.ના નં-૪૫૬ ખાતેથી તપાસ કરતા ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) તથા અન્ય ચાર બેગમાંથી સબસીડી યુક્ત ખેત વપરાશ અંગેનું નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રાથમિક અનુમાનને આધારે નમુનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જયારે મકાનના ભાડુઆત શ્રી સત્યેન્દ્રસિંહ રાજેશસિંહની પુછપરછ કરતા તેઓએ ખેડુતોને વેચાણ કરતા હોવાનું જણાવ્યું.
લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થતા આ સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. આમ ૫૦ કિ.ગ્રા.વાળી ૫૨ નંગ સફેદ રંગના મીણીયા થેલી જેની કિ.૧૫૩૯૭ (સબસીડી યુકત ભાવ પ્રમાણે) જયારે અન્ય ૫૦ કિ.ગ્રા. વજનની ચાર નંગ થેલી જેની કિ.૧૧૮૪ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતીવાડી અધિકારી દ્વારા તેમની પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application