તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા. ૧૭મી, ફેબ્રુઆરીના રોજ યોજાનારી સોનગઢ નગરપલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં સમાવિષ્ઠ ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.પી મુનિયાએ એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યાનુસાર સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ ઉમેદવાર, તેમના કાર્યકરો, સમર્થકોએ ભાષણ, પોસ્ટરો, સંગીત સહિત સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં આવેલા મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ હુકમ તાત્કાલિક અસરથી તા. ૧૯/૦૨/૨૦૧૮ સુધી સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500