તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ ગીતા વસાવાનુ આદિજાતિ(અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રદ કરવાના વિજિલન્સ સમિતિના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની ખંડપીઠે યોગ્ય ઠેરવ્યો છે.
હાઈકોર્ટે નોંધ્યું છે કે,આદિવાસી યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાવાથી આદિવાસી હોવાનો દરજ્જો મળી શકે નહીં.કેસની વિગત એવી છે કે રાજપીપળા નગરપાલિકના ઉપપ્રમમુખ તરીકે ગીતા વસાવા ભાજપના મેન્ડેટ પર અનુસૂચિત જનજાતિ(એસ.ટી.)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.ત્યારબાદ તેઓ આદિવાસી ન હોવાની ફરિયાદો રાજય સરકારને મળતા સરકારની વિજિલન્સ સમિતિએ તપાસ હાથ ધરી હતી.તપાસમાં બહાર આવ્યું હતું કે ગીતા વસાવાના પિતા સોની જ્ઞાતિના છે અને માતા વસાવા જ્ઞાતિના એટલે કે આદિવાસી છે.જાતિ કે જ્ઞાતિનો દરજ્જો પિતાની જ્ઞાતિના આધારે મળતો હોવાથી આદિજાતિ વિકાસ કમિશનરે ગીતા વસાવાનું આદિવાસી(અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રદ કર્યુ હતું.જેની સામે ગીતા વસાવાએ હાઈકોર્ટમાં દાદ માગી રજૂઆત કરી હતી કે તેમના માતા આદિવાસી હતા ઉપરાંત તેમણે આદિવાસી જ્ઞાતિના જ મહેશ વસાવા સાથે લગ્ન કર્યા છે.જેની સામે કોર્ટે નોંધ્યુ હતું કે માત્ર લગ્નગ્રંથિથી આદિવાસી હોવાનો દરજ્જો મળે નહીં.આ નોંધ કરી હાઈકોર્ટે ગીતા વસાવાની અરજી ફગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application