Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરપલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર લદાયા પ્રતિબંધ

  • February 07, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:લાઉડ સ્પીકરના ઉપયોગથી થતા અવાજ પ્રદૂષણ તથા ઘોંઘાટને કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશકત અને બિમાર વ્યક્તિઓ પર થતી વિપરિત અસરને ધ્યાનમાં રાખી તા. ૧૭મી, ફેબ્રુઆરીના રોજ યોજાનારી સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.પી મુનિયાએ જાહેરનામું બહાર પાડી નિયંત્રણ લાદ્યા છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યા અનુસાર સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક બાદ કરી શકાશે નહિ.વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સંબંધિત મતવિસ્તારની સલામતિ વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન પર લગાડેલા લાઉડ સ્પીકરનો ઉાયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિં. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિં. તદ્ઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે. સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિં.આ હુકમ તાત્કાલિક અસરથી તા.૧૯/૦૨/૨૦૧૮ સુધી સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં અમલમાં રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application