તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો આજરોજ જાહેર થયા હતા. મતગણતરીની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં તાલુકા પંચાયત ચુંટણીના પરિણામો જાહેર થતા તાપી જિલ્લાના કુલ 7 તાલુકાઓ પૈકી 5 તાલુકાઓ વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણની બેઠકોમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જ્યારે 2 તાલુકા વ્યારા અને સોનગઢ પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે.
વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણની બેઠકોમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો
તાલુકા પંચાયતની ચુંટણી તરફ નજર કરીએ તો કુલ 75.02 ટકા મતદાન નોંધાયુ હતું. તાલુકા પંચાયતની કુલ 124 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો જાહેર થતા કોંગ્રેસને સૌથી વધુ 64 અને ભારતીય જનતા પાર્ટીએ 59 બેઠકો કબ્જે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500