તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે આજરોજ વાલીઓની એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં એમના બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ કેટલું મહત્વનું છે એ બાબતે શાળાના પ્રિન્સિપાલ જયદીપસિંહ ચૌહાણે વિગતવાર માહિતી આપી હતી આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ જિલ્લાની શાળાઓ,આંગણવાડી કેન્દ્રોના ૯ મહિનાથી ૧૫ વર્ષની વયના બાળકોને રસી મૂકવામાં આવશે.જો આ અગાઉ આ રસી પહેલા આપી દેવામાં આવી હોય તો પણ ફરીથી આ રસી આપવામાં આવશે કેમકે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે તેનાથી કોઇ આડઅસર થતી નથી એ બાબતે જયદીપસિંહએ વાલીઓ ને સમજ આપી હતી ત્યારે જિલ્લાની સ્કૂલોના તમામ બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાનારી વિશેષ ઝુંબેશમાં તમામ વાલીઓને પૂરતો સહયોગ આપવા આચાર્ય જયદીપસિંહે અપીલ કરી હતી વાલીઓની મળેલી આ મિટિંગમાં શાળાના આચાર્ય જયદીપસિંહ સાથે માધ્યમિકના સુપરવાઈઝર ઉપેન્દ્રભાઈ પટેલ, અરવિંદભાઈ વસાવા ,જયેશભાઇ મહંત,મહેન્દ્રભાઈ ભગત સહિતના શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ એ હાજરી આપી હતી .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application