Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશનાં ઉમરિયામાં પુરઝડપે આવી રહેલ કાર ઝાડ સાથે અથડાતા 5 લોકોનાં મોત

  • September 25, 2023 

મધ્યપ્રદેશનાં ઉમરિયામાં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશનાં શહડોલની સરહદે આવેલા ઉમરિયા જિલ્લાના પાલી રોડ પર મોડી રાત્રે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી.



આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ખનિજ વિભાગ શહડોલમાં તૈનાત નિરીક્ષક પુષ્પેન્દ્ર ત્રિપાઠી, પબ્લિક સર્વિસ મેનેજર અવિનાશ દુબેનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઉમરિયા જિલ્લાની ઘુંઘુટી ચોકી હેઠળ મોડી રાત્રે પુરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં પહેલા ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે જિલ્લા હોસ્પિટલ શહડોલ પહોંચતી વખતે બે લોકોનાં મોત થયા હતા. આ ઘટના ઉમરિયા જિલ્લાના પાલી પોલીસ સ્ટેશન હેઠળના ઘુંઘુટી ચોકીના મજગવાન ગામ નજીક નેશનલ હાઈવે નંબર-43 પર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application