તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 6 નવા કેસ નોંધાયા છે. જોકે માત્ર ઉચ્છલ તાલુકામાં જ 5 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.24મી માર્ચ નારોજ ઉચ્છલની રોયલપાર્ક સોસાયટીમાં 31 અને 42 વર્ષીય બે પુરુષો, ઉચ્છલના રાવજીબુંદામાં 47 વર્ષીય પુરુષ, ઉચ્છલના નવું ફળિયુંમાં 28 વર્ષીય અને 40 વર્ષીય પુરુષ મળી તાલુકામાં જ 5 કેસ પોઝીટીવ નોંધાયા છે.જયારે વ્યારાના કાનપુરામાં 33 વર્ષીય પુરુષ મળી જીલ્લામાં કુલ 6 દર્દીઓન કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 946 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 877 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 347 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 28 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500