Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ એસટીડેપોમાં વરસાદી પાણી ટપકતા મુસાફરો હેરાન પરેશાન

  • July 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના મુખ્ય એવા રાજપીપળા ના એસટીડેપો નું  તાજેતર માંજ દોઢ કરોડ થી વધુ ની રકમે નવીનીકરણ કરવામાં આવ્યું છે,તેમ છતાં એસટીડેપોમાં બેઠાલા મુસાફરો ઉપર છત ઉપરથી પાણી ટપકી રહ્યું છે,જેને લઇ નવીનીકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચનો માત્ર ધુમાડો થયો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. રાજપીપળા ખાતે આવેલ એસટીડેપો માં બેઠેલા મુસાફરો પર પાણી ટપકતા નવીનીકરણ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ ભંગાર હોવાથી કેન્ટ્રોલર શું બોલે છે એ મુસાફરો ને ખબર પડતીજ નથી અને બસ માં જતા આવતા મુસાફરો માટે ખાસ ઉપયોગી એવું ટાઈમ ટેબલ પણ લગાડયું ન હોવાથી મુસાફરો ને ફરજીયાત કંટ્રોલર પાસે જઈ સમય પૂછવો પડે છે જોકે જુના ડેપો માં દીવાલ પર આ ટાઈમ ટેબલ પેઇન્ટ કરેલું જ હતું પરંતુ નવીનીકરણ ટાણે કલર મારતા એ ઉડી ગયા બાદ ફરી નવું સમય પત્રક મુકવામાં આવ્યું ન આવતા મુસાફરોમાં ગણગણાટ ની સાથે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે,ત્યારે દોઢ કરોડ જેવી માતબર રકમ ક્યાં વાપરી...?! એ મોટો સવાલ છે,વરસાદી સીઝન ટાણે મુસાફરોને હેરાન પરેશના થવાનો વારો આવ્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application