તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:નર્મદા પોલીસે રાજ્યમાં સૌ પ્રથમ વાર નિર્ભયા સ્કવોર્ડ બનાવી રોમિયોને નાથવા તરફ એક કદમ ઉઠાવ્યું છે ત્યારે નિર્ભયા સ્કવોર્ડે તેની પુરી નિષ્ઠાથી ફરજ બજાવી છે.નિર્ભયા સ્કવોર્ડને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ બટન વિડિઓ કેમેરા ફાળવ્યા જેથી હવે બટન કેમેરાને કારણે નિર્ભયા સ્ક્વોર્ડની તમામ કામગીરી વધુ અસરકારક બની રહેશે આ બટન કેમેરાનું સ્કવોર્ડને વિતરણ કરવા આજે રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજાયો જેમાં રાજપીપલા સ્ટેટના શ્રીમંત મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ મહારાણી શ્રીમતી રુક્ષમનિદેવીજી ગોહિલની ઉપસ્થિતિ માં બટન કેમેરા નિર્ભયા સ્કવોર્ડને અર્પણ કરાયા હતા જેમાં કોલેજના આચાર્ય એસ જી માંગરોલા,ડીવાયએસપી રાજેશ પરમાર,ડીવાયએસ પી શુભાષ વાઢેર,ડી વાયએસપી એમ.એમ.મકવાણા હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application