Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ:5 ગામો સંપર્ક વિહોણા

  • July 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વર્ષી રહ્યો છે.જેને પગલે જંગલ વિસ્તારના નદી નાળા છલકાઈ જતા નવા નીર આવ્યા છે.તો બીજી બાજુ સાગબારા તાલુકાના રસ્તા અને નાળા ધોવાતા 5 ગામો સંપર્ક વિહોણા થયા હોવાનું જાણવા મળે છે.તો બીજી બાજુ સાગબારા તાલુકાની ગંભીર પરિસ્થિતિને કારણે જિલ્લા વહીવટી તંત્ર હાલ વૈકલ્પિક વ્યવસ્થા અને સમારકામના કામે લાગી ગયું છે. નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે માજા મૂકી છે.શનિવારે નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદમાં પાટલામોવનો એપ્રોચ રોડ અને નાલ બ્રિજના બે પાયા ધોવાતા પાટલમોવથી પાંજલીગઢ અને નાલ ગામ સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે.તો બીજી બાજુ નાલ ગામથી દોધનવાડી ગામ પાસેના બ્રિજના બે પાયાને નુકસાન થતા નાલ,દોધનવાડી જેવા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે.જોકે આ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાને કારણે તંત્રને મોડે મોડે આ મામલે ખબર પડતાં તંત્ર દ્વારા બન્ને સ્થળોએ પહોંચી જઈ નુકશાનનો તાગ મેળવાયો છે.હાલ આ 5 ગામો મેઈન રસ્તા પરથી સંપર્ક વિહોણા થયા છે જ્યારે આ ગામોએ જવા બીજા રસ્તા પરથી આવન જાવન હાલ પૂરતું ચાલુ કરવાની વ્યવસ્થામાં જિલ્લા વહીવટી તંત્ર લાગી ગયું છે.આમ નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ વિભાગ દ્વારા બનાવાયેલ રસ્તા અને નાળાઓનું ધોવાણ થવા પામ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application