રાજપીપળા:હાલ શરૂ થયેલી વરસાદ ની ઋતુ માં આપણા શહેરની ખુલ્લી ગટરો માં આડેધડ કચરો ફેંકનારા સફાઈ કામદાર ને કચરો આપવા લોકો ટેવાયા નથી.પરંતુ આપણા ઘરો પાસે ની ગંદકી જ આપડી બીમારી નું કારણ બને છે માટે શહેર ને સ્વછ રાખવું એ પ્રજાની નૈતિક જવાબદારી બને છે,
હાલ માંજ રાજપીપળાની જૂની પોલીસ ચોકી પાસે ની ગટર બાબતે પાલિકામાં ફરિયાદ જતા ખુદ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સફાઈ ટિમ સાથે ત્યાં પહોંચ્યા હતા,અને સફાઈ કરાવતા જ ગટર માથી લગભગ ચોવીસ બાટલો અને અસંખ્ય કોથળીઓ અંદર થી નીકળી હતી,ત્યારે લોકો દ્વારા જ ગટરોમાં નંખાયેલા આ કચરા થી ગટર ચોકઅપ થયા નું જાણવા મળ્યું એ કોની ભૂલ નું પરિણામ છે.?શહેર ને સ્વછ રાખવું આપણી સૌની ફરજ હોય માટે દરેક વિસ્તાર માં લોકોએ જાગૃત થઈ આ માટે તકેદારી રાખવી જોઈએ અને બીજાને પણ ગંદકી કરતા અટકાવવા જોઈયે,જોકે મોટા શહેરો ની જેમ પાલિકાએ પણ ગંદકી કરતા તત્વો સામે લાલ આંખ કરી દંડ વસુલ કરવો જોઈએ એવું પણ કેટલાક જાગૃત લોકોનું માનવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application