તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રેન્જ આઈજી અભય ચુડાસમા ની સૂચના અને નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા એલસીબી,એસઓજી તેમજ તિલકવાડા પોલીસ મથકના ત્રણેય પીએસઆઈ અને ટીમે બાતમી મુજબ દેવળીયા ચોકડી પર વોચ રાખી બાતમી વાળી ટ્રકનંબર GJ-06-ZZ-8720 ને અટકાવી તાપસ કરતા અંદર બેઠેલા ત્રણ પૈકી ફેસલ હુસેન ઢેસલી,( ગોધરા ),સંજય વશરામ વણકર( સામલી ) અને ખાલિદ મુસ્તાક ઢૂડીયા (ગોધરા ) ની પૂછપરછ કરતા ગાડી માં શું ભરેલું છે એવી પૂછતાછ કરતા યોગ્ય જવાબ ન આપતા ગાડી નો તપાસ કરતા અંદર ભરેલા અલગ અલગ સાઈઝ ના ટાયરો બાબતે પૂછતાં સંતોશકારક જવાબ ન આપતા ટાયર નંગ 201 મળેલા પરંતુ એના કોઈ દસ્તાવેજ કે અન્ય પુરાવા ન હતા જેથી ચોરી ના હોવાનું લાગતા ટાયર નંગ 201 જેની કિંમત રૂપિયા 8,39,200/- તેમજ ટ્રક ની કિંમત આઠ લાખ અને અન્ય સમાન માં બ્લેડ ની ડબ્બી,તાડપત્રી,મોબાઈલ ,હાથ કટર,પક્કડ સહીત નો સમાન તેમજ રોકડા રૂપિયા 7470/- મળી કુલ રૂપિયા 16,50,370/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય ની અટક કરી હાઇવે ચોરિયો નો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી હતી આમ નર્મદા પોલીસે હાઇવે ચોરીને અટકાવવા આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500