મહારાષ્ટ્ર:રાયનપાડા ગામે છેલ્લા ઘણા દિવસથી અપહરણ કરીને કિડની ચોરતી ગેંગ સક્રીય થઈ હોવાની અફવા ચાલી રહી હતી.આ દરમિયાન રાયનપાડાથી એક કિમી દૂર મુખ્ય રસ્તા પર પાંચ ઈસમો એક બાળક સાથે વાતચીત કરતાં નજરે પડતાં ખેડૂતોએ આ ઈસમોને કિડની ચોર ગેંગ સમજી તેને પકડવા દોડી હતી. આ પાંચે ઈસમોને આ ગેંગ હોવાનું સમજીને ઢોરમાર માર્યા હતાં.ત્યારબાદ પાંચે ઈસમોને રાયનપાડા ગ્રામ પંચાયતના મકાનમાં લઈ હતાં.ત્યાં ઉપસ્થિત ટોળાઓએ પાંચે ઈસમોને બર્બળતા પૂર્વક માર મારી પાંચેને મોતને ઘાટ ઉતર્યા હતાં.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરતાં એક ઈસમ દાદુરાવ ભોસલેના ખિસ્સામાંથી મોબાઈલ ફોન મળ્યો હતો.પોલીસે આ મોબાઈલ ફોન પરથી છેલ્લો કોલ કરેલ તેને ડાયલ કર્યો હતો,અને ઘટના અંગે જાણ કરી હતી ત્યારે તેની દાદુરાવની પત્નીએ જણાવેલ કે મારા પતિ, દિયર સહિત અન્ય માણસો છે તે ભીક્ષુક છે અને તેઓ પંઢરપુર ગામેથી પીપલનેર ગામે બે ત્રણ દિવસ અગાઉ ભીક્ષા માંગવા માટે આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application