નવી દિલ્હી:ગુમ થયેલાં અને ત્યજી દેવામાં આવેલાં બાળકોની શોધ માટે ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન ગઇકાલે કેન્દ્રના વાણિજયપ્રધાન સુરેશ પ્રભુ અને નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા સમાજસેવક કૈલાશ સત્યાર્થીએ નવીદિલ્હીમાં લોન્ચ કરી હતી. ReUnite નામની મોબાઇલ એપ કૈલાસ સત્યાર્થીના 'બચપન બચાઓ આંદોલન' અને અગ્રણી IT કંપની કેપજેમિનીનું સહિયારૂ આયોજન છે.
બચપન બચાઓ આંદોલનના પ્રતિનિધિએ જણાવ્યા પ્રમાણે દર વર્ષ દેશમાં ૪૪,૦૦૦ બાળકો ગુમ થાય છે અને એમાંથી ફકત ૧૧,૦૦૦ બાળકો શોધવામાં સફળતા મળે છે.મોબાઇલ એપ લોન્ચિંગ સેરિમનીમાં કૈલાશ સત્યાર્થીએ જણાવ્યું હતું કે,ખોવાઇ જતાં કે ગુમ થતાં બાળકો માત્ર સંખ્યાનો વિષય નથી,બાળક ખોવાઇ જવાની દરેક ઘટના સાથે તેને ગુમાવનારા પરિવારનાં સ્વપ્નો અને આશાઓ સંકળાયેલાં હોય છે.,એપમાં ચહેરાની સરખામણીનાં પરિણામો દર્શાવવા માટે ગુમ થયેલા બાળકના ફોટોગ્રાફસની સાથે ડેટાબેઝ મેચ કરવા માટે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પર આધારિત એમેઝોન વેબ-સર્વિસિસનો ઉપયોગ કરવામાં આવશે.એપ ને દિલ્હી પોલીસના મિસિંગ ચિલ્ડ્રન્સ ડેટાબેઝ સાથે જોડવામાં આવશે.એ એપ ગુમ થયેલાં બાળકોના ફોટોગ્રાફસ અપલોડ કરવા માટે વાપરી શકાય એવું મલ્ટી-યુઝર પ્લેટફોર્મ છે.ખોવાઇ ગયેલાં બાળકોના વાલીઓએ બાળકોની વિગતો એપ દ્વારા જણાવી શકશે.મોબાઇલ એપ ' ReUnite' માં મુખ્યત્વે યુઝર્સ ગુમ થયેલાં બાળકનો ડેટાબેઝ અપડેટ કરશે.એપમાં ગુમ થયેલા બાળકોની વિગતો ફોનની ફિઝિકલ મેમરીમાં સેવ કરવામાં નહી આવે પણ યાંત્રિક સમીકરણો અનુસાર ગોઠવાયેલી હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application